વાળને સિલ્કી અને મજબૂત બનાવવા માટે રાઈના દાણા જેવી આ વસ્તુ બનશે રામબાણ ઈલાજ!
રસોડામાં પડેલી મેથી તમારા વાળને બનાવી શકે છે સિલ્કી અને મજબૂત, આ રામબાણ ઈલાજનો આવી રીતે કરો ઉપયોગ
નવી દિલ્લીઃ સુંદરતા વધારવા માટે સારા અને સિલ્કી વાળ હોવા ખુબ જ જરૂરી છે. કેમ કે, જો વાળ સારા હશે તો જ લૂક એકદમ પરફેક્ટ લાગશે. એટલા માટે જ લોકો વાળની દેખભાળ માટે વિવિધ રીતો અપનાવે છે. કોઈ બજારમાંથી મોંઘી પ્રોડક્સ લાવે છે તો કોઈ ઘરેલું નુસ્ખાથી વાળની સંભાળ રાખે છે. પણ લાંબા વાળની સંભાળ રાખવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. અને એટલા માટે જ લોકો તેની દેખભાળ માટે કેમિકલ પ્રોડક્સનો ઉપયોગ કરવા લાગે છે.
પણ ઘણા લોકોને એ વાતની નહીં ખબર હોય કે, વાળને સિલ્કી અને સુંદર બનાવવા માટે કોઈ મોંઘા પ્રોડક્સ નહીં પણ રસોઈઘરમાં રહેલી મેથી શ્રેષ્ઠ ઉપાય છે. મેથીમાં પ્રોટીન અને અને વિટામિન સી હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. મેથી વાળને પોષકતત્વ મળે છે. મેથીના બીમાં આર્યન પણ હોય છે. જે બે મોઢાળા વાળને અંદરથી મજબૂત બનાવે છે. આજે આપણે મેથીના ફાયદાઓ વિશે જાણીશું.
કેવી રીતે મેથીનો વાળમાં કરશો ઉપયોગ-
1. નાળિયર તેલ સાથે મેથીઃ
જો વાળનો વિકાસ કરવો છે તો તેલ નાખવું ખુબ જ જરૂરી છે. ત્યારે મેથીના દાણાને નારિયેળ તેલમાં નાખીને લગાવાથી ફાયદો થશે. તેના માટે તમારે નારિયેળ તેલમાં મેથીના દાણા નાખવાના અને તેલને ત્યાં સુધી ઉકાળવાનું જ્યાં સુધી દાણા લાલ ન થઈ જાય. પછી તે ઠંડુ થયા બાદ તેને વાળની જડો સુધી લગાવવાનું.
મેથીનું સિરમ આપે છે પ્રોટીનઃ
મેથીના દાણા પ્રોટીન આપવાનું કામ કરે છે. તમે મેથીના બીજથી વાળ માટે શ્રેષ્ઠ સિરમ તૈયાર કરી શકો છો. પોતાના વાળને મજબૂત બનાવી શકો છો. સિરમ બનાવવા માટે મેથીના દાણાને પીસી લો અને તેનો પાવડર બનાવી દો. પછી તેમાં ઉપરથી સરસોનું તેલ અથવા જોજોબા ઓયલ મિક્સ કરી લો. અને એક સિરમ તરીકે તેનો વાળમાં ઉપયોગ કરો.
મેથીની પેસ્ટ રામબાણ ઈલાજઃ
મેથી દરેકના વાળ માટે એક રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે. મેથીને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવી શકો છો. મેથીના ઉપયોગછી વાળ ઘાટા અને સુંદર થઈ જશે અને વાળનું વોલ્યૂમ પણ વધી જશે. મેથીની પેસ્ટને બનાવવા માટે સૌથી પહેલાં મેથીના દાણા આખી રાત પલાળી રાથો અને સવારે તેને પીસીને વાળમાં લગાવો.